Saturday 24 March 2018

આદર્શ વિદ્યાર્થી

          શાળાનાં વિદ્યાર્થીને આદર્શ વિદ્યાર્થી બનાવવા માટે તેનામાં સદગુણોનું સિંચન કરવું જરૂરી છે, બાળકમાં સદગુણોનો વિકાસ કરવા માટે અને તે થકી તેને આદર્શ બનાવવા માટેનાં કેટલાક વિડિઓનો સંગ્રહ છે તો ચાલો બાળકને દર અઠવાડિયે એક વિડિઓ જરૂરથી બતાવીએ અને એ રીતે તેનામાં સદગુણોનું સિંચન કરીને " बाल देवो भव " ને ખરા અર્થમાં સાર્થક કરીયે...



  1. આદર્શ બનીએનું BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બનાવેલ વિડિઓ સોન્ગ જોવા માટે નીચે ક્લિક કરો.

આવા બીજા પણ વિડિઓ માટે નીચે લિંક મુકવામાં આવશે, તો આપ અવશ્ય જુઓ અને બાળકોને બતાવો.


Wednesday 21 March 2018

વિશ્વ ચકલી દિવસ

           વડગામ ગામડી ન.વ. પ્રાથમિક શાળામાં 20 મી માર્ચ ના રોજ 'વિશ્વ ચકલી દિવસ' ની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત શાળાનાં બાળકોને ચકલીઓ પ્રત્યે પ્રેમભાવ જાગે અને તેને મદદરૂપ થવા માટેના આઈડિયા આપવામાં આવ્યા.
          બાળકો પાસે વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી, જેમાં પક્ષીઓને પાણી પીવા અને દાણા ખાવા માટે તેલના ડબ્બા અને નકામી પ્લાસ્ટિકની બોટલોમાંથી પાત્રો બનાવવામાં આવ્યા.
          અને આ રીતે કુદરતને ખોળે વસતા જીવોનું જતન અને તેમને મદદ કરવાનો અને બાળકના મનમાં કુદરત અને તેના જીવો પ્રત્યે હકારાત્મક ભાવ જાગે તથા બાળકોને પ્રકૃતી પ્રત્યે સભાન બનાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો.
          આ ઉપરાંત દરરોજ આવા બે પાત્રો બનાવીને બે વિદ્યાર્થીના ઘરે વિતરણ કરવામાં આવે છે  અને આ રીતે વિશ્વ ચકલી દિવસનું પાંખવાડિયું ઉજવવામાં આવી રહ્યું છે.

પક્ષીઓ માટે બનાવેલ 2 ઇન 1 એક નમૂનો
એકજ ડબ્બામાં પાણી અને ચણ




બાળકો પોતાના ઘરેથી લાવેલા જુના ડબ્બા

શિક્ષકો દ્વારા બાળકોને નિદર્શન








વેસ્ટમાંથી બેસ્ટ


બાળકોના વાલીને વિતરણ કરતા શિક્ષકગણ


વાલીઓને જાતેજ વિતરણ કરતા બાળકો


Tuesday 20 March 2018

રૂઢિપ્રયોગો અને કહેવતો

          ગુજરાત ભાષા નિયામકની કચેરીની રૂઢિપ્રયોગ અને કહેવત સંગ્રહ ની પુસ્તક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

Wednesday 14 March 2018

Pyramid

          વડગામ ગામડી ન.વ. પ્રાથમિક શાળા નાં બાળકોએ છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા શિક્ષણ સમિતિ, છોટાઉદેપુર દ્વારા આયોજીત જિલ્લાના વાર્ષિકોત્સવમાં દેશભક્તિ થીમ પર પિરામિડ કર્યો હતો તેનો



પિરામિડનાં સ્ટેપ્સ ના કેટલાક ફોટા જોઇએ,