સંખેડા વિશે



સંખેડાનું ‘નામકરણ’


          સંખેડાનું નામ કેવી રીતે પડ્યું તેની વાર્તા જોઇએ...
        ઘણાં સમય પહેલાની વાત છે. અત્યારે જે નગર છે એની આજુબાજુ જંગલ હતું. અહીના જંગલમાં એક રાક્ષસ રહેતો હતો જેનું નામ હતું શંખાસુર’. તે ખૂબ જ નિર્દય અને ડરામણો હતો. તેનો ત્રાસ એટલી હદે વધી ગયો હતો કે લોકો તેનાથી કંટાળી ગયા હતા અને હિજરત કરી રહ્યાં હતા.
        આ સમય દરમ્યાન પાંડવોને આ રાક્ષસના ત્રાસ વિશે જાણ થઇ. તે વખતે પાંડવોએ ગુપ્તવાસ દરમ્યાન આ જંગલોમાં વસવાટ કર્યો હતો. આ રાક્ષસના ત્રાસથી લોકોને કેવી રીતે મુક્ત કરું ? ભીમે મનોમન નક્કી કર્યું કે આ રાક્ષસનો વધ કરી લોકોને તેના ત્રાસમાંથી મુક્ત કરવા જોઇએ એટલે ભીમે શંખાશુરને લડવા માટે આહવાન કર્યું. શંખાશુરે લડવાનો પડકાર ઝીલી લીધો. પાંચેય પાંડવોમાં ભીમ સૌથી બળવાન હતો અને ગદાયુધ્ધમાં પારંગત હતો તેથી જ ભીમે પોતાની શક્તીથી તે રાક્ષસનો વધ કર્યો.
        આ રીતે રાક્ષસના ત્રાસમાંથી આ નગરના લોકોને મુક્તિ મળી ત્યારથી આ રાક્ષસના નામ પરથી સંખેડા નામ પડ્યું હોવાનું મનાય છે.
           સંંખેડાનું ફર્નિચર, રેતી અને ટેટી ખુબજ વખણાય છે.
સંખેડાના ફર્નિચર ના કેટલાક નમૂના જોઇએ.










1 comment:

  1. સંખેડા ના ત્રણ બેઠક વાળા હીંચકા નો ભાવ અમેરિકા સીપીંગ થી મોકલવાના ભાવ સહીત

    ReplyDelete