Monday, 6 August 2018


  •      મિશન વિદ્યા અંતર્ગત વિદ્યાર્થીઓને ભણાવવામાં મદદરૂપ થાય તેવું દિવસના આયોજન સાથેનું વી.જે.વાળંદ સી.આર.સી. દ્વારા બનાવેલ સાહિત્ય. Dounload કરવા માટે અહીં ક્લીક કરો.


Wednesday, 25 July 2018

નવો યુનિફોર્મ

નવો યુનિફોર્મ

અમારી શાળા વડગામ ગામડી ન.વ. પ્રાથમિક શાળા ના 
વિદ્યાર્થીઓ ના આ વર્ષના નવા બે યુનિફોર્મ.....
     ટી શર્ટ પેન્ટ અને ટી શર્ટ સ્કર્ટ તથા શર્ટ પેન્ટ અને શર્ટ સ્કર્ટ



Tuesday, 24 July 2018

મિશન વિદ્યા

            ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણમાં હાલમાં જે મિશન વિદ્યા આવ્યુંં છે તે માટે જે શાળા કક્ષાએ મુલ્યાંકન કરવાનું છે તે માટેના અહિ નમુનાં રૂપ પેપર બનાવિને મુકેલ છે જે તમને પેપર બનાવવા માટે ઉપયોગી થશે. આની ઉપરથી તમે જાતે તમારી શાળામાંં બિજા પેપર બનાવીને મુલ્યાંકન કરી શકશો.

         ★ નીચે નમુનાં રૂપ પેપર આપેલ છે.

               1. Vachan lekhan ganan paper Std 6

               2. Vachan lekhan ganan paper Std 7

               3. Vachan lekhan ganan paper Std 8



          ★  નીચે x 4 નાં નમુનાં રૂપ પેપર આપેલ છે.


               4. Vachan lekhan ganan X 4 paper Std 6

               5.Vachan lekhan ganan X 4 paper Std 7

               6.Vachan lekhan ganan X 4 paper Std 8

Monday, 9 April 2018

Tuesday, 3 April 2018

SCE Book

          શિક્ષણ વિભાગ દ્વારા રિઝલ્ટ બનાવવા માટેની સંપૂર્ણ માર્ગદર્શન આપતી SCE બુક બનાવીને શાળાઓમાં આપવામાં આવેલ છે, તે બુક ને  તમારા મોબાઈલમાં હાથવગી રાખી શકો છો તેને download કરવા માટે અહીં ક્લિક કરો.

Saturday, 24 March 2018

આદર્શ વિદ્યાર્થી

          શાળાનાં વિદ્યાર્થીને આદર્શ વિદ્યાર્થી બનાવવા માટે તેનામાં સદગુણોનું સિંચન કરવું જરૂરી છે, બાળકમાં સદગુણોનો વિકાસ કરવા માટે અને તે થકી તેને આદર્શ બનાવવા માટેનાં કેટલાક વિડિઓનો સંગ્રહ છે તો ચાલો બાળકને દર અઠવાડિયે એક વિડિઓ જરૂરથી બતાવીએ અને એ રીતે તેનામાં સદગુણોનું સિંચન કરીને " बाल देवो भव " ને ખરા અર્થમાં સાર્થક કરીયે...



  1. આદર્શ બનીએનું BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બનાવેલ વિડિઓ સોન્ગ જોવા માટે નીચે ક્લિક કરો.

આવા બીજા પણ વિડિઓ માટે નીચે લિંક મુકવામાં આવશે, તો આપ અવશ્ય જુઓ અને બાળકોને બતાવો.


Wednesday, 21 March 2018

વિશ્વ ચકલી દિવસ

           વડગામ ગામડી ન.વ. પ્રાથમિક શાળામાં 20 મી માર્ચ ના રોજ 'વિશ્વ ચકલી દિવસ' ની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત શાળાનાં બાળકોને ચકલીઓ પ્રત્યે પ્રેમભાવ જાગે અને તેને મદદરૂપ થવા માટેના આઈડિયા આપવામાં આવ્યા.
          બાળકો પાસે વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી, જેમાં પક્ષીઓને પાણી પીવા અને દાણા ખાવા માટે તેલના ડબ્બા અને નકામી પ્લાસ્ટિકની બોટલોમાંથી પાત્રો બનાવવામાં આવ્યા.
          અને આ રીતે કુદરતને ખોળે વસતા જીવોનું જતન અને તેમને મદદ કરવાનો અને બાળકના મનમાં કુદરત અને તેના જીવો પ્રત્યે હકારાત્મક ભાવ જાગે તથા બાળકોને પ્રકૃતી પ્રત્યે સભાન બનાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો.
          આ ઉપરાંત દરરોજ આવા બે પાત્રો બનાવીને બે વિદ્યાર્થીના ઘરે વિતરણ કરવામાં આવે છે  અને આ રીતે વિશ્વ ચકલી દિવસનું પાંખવાડિયું ઉજવવામાં આવી રહ્યું છે.

પક્ષીઓ માટે બનાવેલ 2 ઇન 1 એક નમૂનો
એકજ ડબ્બામાં પાણી અને ચણ




બાળકો પોતાના ઘરેથી લાવેલા જુના ડબ્બા

શિક્ષકો દ્વારા બાળકોને નિદર્શન








વેસ્ટમાંથી બેસ્ટ


બાળકોના વાલીને વિતરણ કરતા શિક્ષકગણ


વાલીઓને જાતેજ વિતરણ કરતા બાળકો


Tuesday, 20 March 2018

રૂઢિપ્રયોગો અને કહેવતો

          ગુજરાત ભાષા નિયામકની કચેરીની રૂઢિપ્રયોગ અને કહેવત સંગ્રહ ની પુસ્તક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

Wednesday, 14 March 2018

Pyramid

          વડગામ ગામડી ન.વ. પ્રાથમિક શાળા નાં બાળકોએ છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા શિક્ષણ સમિતિ, છોટાઉદેપુર દ્વારા આયોજીત જિલ્લાના વાર્ષિકોત્સવમાં દેશભક્તિ થીમ પર પિરામિડ કર્યો હતો તેનો



પિરામિડનાં સ્ટેપ્સ ના કેટલાક ફોટા જોઇએ,